કચ્છના માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે આજરોજ ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે "માંડવી બીચ ફેસ્ટિવલ"ને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે,કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે. પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે, આજે કચ્છ એ ઉદ્યોગ,પ્રવાસન અને કૃષિક્ષેત્રે અગ્રેસર બન્યું છે.સમગ્ર દેશ દુનિયા અને ગુજરાતમાંથી કચ્છને જોવા અને માણવા લોકો આવી રહ્યા છે.કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યો છે.કચ્છમાં વિકસેલા પ્રવાસનના લીધે સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું છે.


કચ્છમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે

કચ્છમાં પ્રવાસનના વિકાસના લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે તેમ જણાવીને રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રણોત્સવ જેવા આયોજનોથી કચ્છી ઉત્પાદનોની માંગ વધી છે.કચ્છના વિવિધ દરિયાકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો વિકાસ કરાશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,સફેદ રણ,કાળો ડુંગર,ધોળાવીરા વગેરે જેવા પ્રવાસન સ્થળોના વિકાસ સાથે આજે પુનઃ પ્રારંભ થયેલા માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે.કચ્છમાં પ્રવાસનના વિકાસ બાદ કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે.રોજગારમાં પણ ખૂબ વધારો થયો છે.

રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે

કાર્યક્રમના આરંભે પ્રસંગે રાજ્યમંત્રીએ દરિયાની લહેરો સાથેનો રંગબેરંગી લેઝર સાઉન્ડ શો,રેત શિલ્પને નિહાળ્યા બાદ ફૂડ સ્ટોલ તથા ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.૧૧ દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈવ મ્યૂઝિક પરફોર્મન્સ, હેન્ડિક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે.

માંડવી બીચ ફેસ્ટિવલમાં વિવિધ કલાકારો લાઈવ પરફોર્મન્સ આપશે

માંડવી બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓના મનોરંજન માટે ૧૧ દિવસ લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યના પ્રખ્યાત કલાકારો તેમજ રાઈઝીંગ સ્ટાર્સ બેન્ડ લાઈવ પરફોર્મન્સ આપશે.તા.૨૧ના એશ્વર્યા મજમુદારના લાઈવ પરફોર્મન્સને સહેલાણીઓએ મન મુકીને માણ્યું હતું.તા.૨૨ ના ધ્રુવમ ત્રિવેદી એન્ડ બેન્ડ, તા. ૨૩ ના કોમર્શિયલ કલેક્ટિવ બેન્ડ,તા. ૨૩ના ઇમોશન સબમરીન બેન્ડ, તા. ૨૫ના હનીટ્યુન બેન્ડ, તા. ૨૬ના હેમાલી વ્યાસ એન્ડ બેન્ડ, તા. ૨૭ના અઘોરી મ્યૂઝિક, તા.૨૮ના સ્ટ્રીંગ્સ એન્ડ સ્ટોરીઝ, તા.૨૯ના હેક્ઝાગોન બેન્ડ, તા. ૩૦ના નઈમ ઘફરાની એન્ડ બેન્ડ, તા. ૩૧ના ખાંડેકર કલેક્ટિવ બેન્ડ લાઈવ પરફોર્મન્સ આપી પ્રવાસીઓને ડોલાવશે.


આ પણ વાંચોઃ Gold Price Today: 22 ડિસેમ્બરે સોનું સસ્તુ કે મોંઘુ? ચેક કરી લો આજનો લેટેસ્ટ રેટ


  • Follow us on: