બોટાદ શહેરમાં ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ પ્રતિક ચૌહાણ પર ગાયત્રીનગર વિસ્તારમાં છરી વડે હુમલો થયો છે. આદર્શ જગદીશભાઈ મકવાણા નામના શખ્સે છરીના ઘા ઝીંકી પ્રતિકભાઈને ગંભીર ઇજા પહોંચાડી છે.


ભત્રીજીની છેડતી બાબતે ઠપકો આપતા હુમલો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રતિકભાઈની ભત્રીજી સાથે આદર્શ મકવાણા છેડતી કરતો હતો આ બાબત પર પ્રતિકભાઈએ આદર્શ મકવાણા ને ઠપકો આપ્યો હતો જે દરમ્યાન ગુસ્સામાં આવીને આદર્શ મકવાણાએ છરીનો ઉપયોગ કર્યો.

વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા

પ્રતિકભાઈને તાત્કાલિક બોટાદ અને ભાવનગરમાં સારવાર આપવામાં આવી, પરંતુ ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે 5 જણા સામે ગુનો નોંધ્યો

પોલીસે હુમલાના કેસમાં આદર્શ જગદીશભાઈ મકવાણા સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યોછે અને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો

  • Follow us on: