બોટાદ જિલ્લામાં સ્વચ્છતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ૧૦ ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાનાં યોગ્ય વ્યવસ્થાપન અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની સુવિધા મજબૂત બનાવવા આ પહેલ હાથ ધરાઈ છે.


ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ થવાથી પ્રદૂષણ ઘટે છે

સરકાર દરેક ગામને ODF પ્લસ મોડેલ જાહેર કરવા પ્રતિબદ્ધ છે, જેથી ગામોને શહેર જેવી સુવિધાઓ મળી રહે અને સ્વચ્છતા સાથે સુંદરતા પણ વધે. આ અભિયાનના ભાગરૂપે રાણપુર તાલુકાની અલઉ, અણીયાળી કાઠી, બગડ, ચારણકી, મોટી વાવડી, નાની વાવડી, બુબાવાવ, ગોધાવટા અને રાજપરા સહિત કુલ ૧૦ ગ્રામ પંચાયતોને રૂ. 2,20,000 કિંમતની ઈ-રીક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઈ-રીક્ષા ડીઝલ, પેટ્રોલ અથવા CNG વિના સંચાલિત થતી હોવાથી પ્રદૂષણમુક્ત છે અને પર્યાવરણને અનુકૂળ છે. ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ થવાથી પ્રદૂષણ થતું નથી અને ગ્રામ્ય કક્ષાએ સરળતા રહે છે.

સ્વચ્છ ગામ –સ્વસ્થ ગામના સંકલ્પને વધુ મજબૂતી મળશે

સૂકા અને ભીના કચરાને સેગ્રીગેશન સાઈટ સુધી પહોંચાડવામાં પણ સરળતા રહેશે. સાથે જ ઇલેક્ટ્રિક સાધનની જાળવણી અને નિભાવ ખર્ચ પણ ઓછો હોવાથી પંચાયતોને આર્થિક રીતે લાભદાયક સાબિત થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર રાણપુર, તાલુકા વિકાસ અધિકારી એચ. એફ. ભુવાત્રા તથા રાણપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ પહેલથી રાણપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને નવી દિશા મળશે અને “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પને વધુ મજબૂતી મળશે.


આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લા સેવા સદનના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપવાસ,ધરણા કે સભાનું નહી કરાય આયોજન


  • Follow us on: