બોટાદ જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા.૧૮-૦૨-૨૦૨૬ થી તા. ૧૭-૦૪-૨૦૨૬ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે તથા આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબનાં કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


બોટાદની આ જગ્યા પર ઉપવાસ કે ધરણા નહી કરી શકો

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઈએ ઉપવાસ પર બેસવું નહીં કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહીં, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં, કોઈપણ વ્યક્તિએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે ન રાખવા અંગે ઉક્ત પ્રતિબંધ ફરમાવ્યો છે.

સરકારની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં જાહેરનામું

આ હુકમ સરકારી નોકર કે સરકારની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગું પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે કોઇ પણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેનાં ઉપરનાં અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.


આ પણ વાંચો : Bhavnagar News : સિહોર તાલુકાના દેવગાણા ગામે શહિદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


  • Follow us on: