બરવાળા તાલુકાનાં આ તાલુકા કક્ષાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, કે તે સિવાયની અન્ય વ્યકતિગત ફરીયાદ કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજૂ કરી શકે છે.


બરવાળા તાલુકાનાં સમગ્ર નાગરિકોને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નોનું નિરાકરણ આવશે

સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૧:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની નાગરીકોએ નોંધ લેવા મામલતદાર, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ


  • Follow us on: