બોટાદમાં ત્રણ પોલીસ કર્મીઓ સામે કોર્ટની કાર્યવાહી સામે આવી છે. વર્ષ 2022ના જૂના કેસમાં મોટો વળાંક આવ્યો છે. કોર્ટે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને હાજર થવા હુકમ કર્યો છે. આ ત્રણ પોલીસ કર્મચારીઓએ ફરિયાદીના ઘરે જઈને રાત્રિના સમયે માર મારીને જબરદસ્તીથી ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવીને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.


સાક્ષીઓના નિવેદનને આધારે કોર્ટે કાર્યવાહી કરી

ફરિયાદીની મેડિકલ તપાસમાં તેમના શરીર પર ચકામા અને ઈજાઓ સહિત સાક્ષીઓના નિવેદનને આધારે કોર્ટે કાર્યવાહી કરી છે. ફરિયાદીએ કોર્ટમાં કહ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ, કૌશિક જાની અને રાહિલ સીદાતર રાતના સમયે તેમના ઘરે આવ્યા હતાં. તેમણે આવીને મારપીટ શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.

ત્રણેય કોન્સ્ટેબલે ફરિયાદીને ફરીવાર માર માર્યો હતો

જ્યાં આ ત્રણેય કોન્સ્ટેબલે ફરિયાદીને ફરીવાર માર માર્યો હતો. ફરિયાદીએ કોર્ટ ચેમ્બરમાં ઈજાના નિશાન બતાવ્યા હતાં. ડોક્ટરના રીપોર્ટમાં પણ ફરિયાદીના શરીર પર ઈજા અને ચકામા હોવાનું સાબિત થયું હતું. બોટાદ કોર્ટે ફરિયાદીની રજૂઆતને આધારે ત્રણેય કોન્સ્ટેબલને સમન્સ પાઠવીને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો


  • Follow us on: