બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી માસૂમ બાળકી પર અત્યાચારની અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. લોહી થીજવી દે તેવી આ ઘટનામાં 12 વર્ષની સગીરાને લાલચ આપીને એક શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.


12 વર્ષની સગીરા પર એક વ્યક્તિએ ગુજાર્યું દુષ્કર્મ

બોટાદ જિલ્લાના એક ગામમાં રહેતી માત્ર 12 વર્ષની માસૂમ સગીરાને આરોપીએ પૂર્વઆયોજિત રીતે નિશાન બનાવી હતી. નરાધમે સગીરાને વિવિધ લાલચો આપી પટાવી ફોસલાવીને એકાંતમાં લઈ ગયો હતો. ત્યાં સગીરાની મજબૂરી અને માસૂમિયતનો લાભ ઉઠાવી આરોપીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્ય બાદ પીડિતાએ હિંમત ભેગી કરી પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

ભોગ બનનાર સગીરાના પરિવારે આ મામલે જેરામ ઈશ્વર ભાલાળા નામના શખ્સ વિરુદ્ધ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાને સમજીને: આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પીડિત સગીરાને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ફરાર આરોપી જેરામ ભાલાળાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: