છોટા ઉદેપુરના કોલી ગામ નજીક જિલ્લા એલસીબીની ટીમે બોલેરો ગાડીમાંથી 2340 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ઝડપી પાડવામાં આવેલા દારૂની કિંમત રૂ. 5,46,180/- થાય છે. પોલીસે દારુ અને બોલેરો સહિતરૂ. 10,46,180 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને જોઇને ગાડીનો ચાલક ગાડી મુકી ફરાર થઇ ગયો હતો


ચાલક ગાડી છોડીને ફરાર થઇ ગયો

જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસ વારંવાર જોવા મળે છે. આ બાતમી મળી ત્યારે એલસીબીની ટીમે કોલી ગામના મંદિર પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ચાલક ગાડી છોડીને ફરાર થઇ ગયો હતો

10,46,180/- નો મુદ્દામાલ જપ્ત

ટીમે ગાડી તપાસતા તેમાં 2340 બોટલ વિદેશી દારૂ મળી, જેની કિંમત રૂ. 5,46,180/- હતી. એલસીબીએ દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 10,46,180/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો----   કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ

  • Follow us on: