છોટાઉદેપુરના નસવાડીમાં પરપ્રાંતિયો અને નસવાડીના યુવાનો વચ્ચે બબાલ થયા બાદ પથ્થરમારો થવાની ઘટના બની છે. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરપ્રાંતિયોએ દારૂ પીધેલી હાલતમાં વાહનોમાં નુકસાન કર્યું હતું જ્યારે પરપ્રાંતિયોએ 4 જેટલા બાઈકોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારો થતા 8 થી 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો છે. નસવાડી પોલીસે પર આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં છોડાવા જતાં મામલો બિચક્યો

છોટાઉદેપુરના નસવાડીમાં પરપ્રાંતિયો અને નસવાડીના યુવાનો વચ્ચે મોટી બબાલ થઇ હતી. પરપ્રાંતિય પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં નસવાડી ના યુવાનો છોડવવા જતાં મામલો બિચક્યો હતો.

 નસવાડીના યુવાનો ઉપર પથ્થરમારો કર્યો

પરપ્રાંતિયોએ ઝઘડામાં છોડવા ગયેલા નસવાડીના યુવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો જેથી નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો હતો કે પરપ્રાંતિયો ફૂલ દારૂ પીધેલા હતા.

પથ્થરમારામાં 8થી 10 લોકોને ઇજા

પરપ્રાંતિયોએ ત્રણ થી ચાર બાઈકની પણ તોડફોડ કરી હતી. ભારે પથ્થરમારામાં બંને પક્ષના આઠથી દસ લોકોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે રાજપીપલા ખસેડાયો છે.

પોલીસ સમક્ષ કાર્યવાહી કરવા માગ

મામલાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતી કાબુમાં લીધી હતી. નસવાડીના યુવાનોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં પર પ્રાંતિય વિરુદ્ધ ફરિયાદ આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી.


આ પણ  વાંચો---    Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા


  • Follow us on: