છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંકડીબારી ગામમાં આંગણવાડી કાર્યકરે છેડતી થયાની ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. પીડિત મહિલા આંગણવાડી કાર્યકરે ગામના એક યુવાન સામે છેડતી કરવાનો આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ આપી છે.
આંગણવાડી કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન યુવાને અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ
ફરિયાદ મુજબ આંગણવાડી કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન યુવાને અયોગ્ય વર્તન કર્યું હોવાનું જણાવાયું છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આરોપી યુવાને પણ આંગણવાડી કાર્યકર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.













