છોટા ઉદેપુરના દમોલીમાં રેતી માફિયા સામે જનતા રેડ કરવામાં આવી હતી અને રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓને ધરણા કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી, અધિકારી ના આવે તો ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી હતી અને અધિકારીઓને મેસેજ આપ્યો હતો કે, આવતીકાલે સવારથી પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારશે અને જોઈએ છે કોણ આવે છે.
સંખેડાના દમોલીમાં રેતી માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ કરી જનતા રેડ
છોટા ઉદેપુરના દામેલીમાં રેતી ખનનને લઈ માફિયાઓ સક્રિય થતા ગ્રામજનોઓ રેડ કરી હતી અને રેતીમાં ખનન કરવામાં આવતું હતુ તે દરમિયાન આ રેડ કરવામાં આવી હતી. સવારે 7.30 કલાકે આ રેડ કરવામાં આવી હતી, તો ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખાણ ખનીજના અધિકારીઓને ફોન કર્યો તેમ છત્તા કોઈ આવ્યું ન હતુ. ગ્રામજનોનું કહેવું છે કે, સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી ઉચ્ચારી છે.













