છોટાઉદેપુર જિલ્લાના ઓલિઆંબા ગામમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ઓલિઆંબા ગામમાં આવેલા એક કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ અકસ્માત સમયે એક યુવતી દિવાલની નજીક હાજર હોવાથી તે કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.


ગંભીર ઈજાઓ અને સારવાર દરમિયાન દમ તોડ્યો

દિવાલ પડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલી યુવતીને બહાર કાઢી હતી. જોકે, દિવાલ નીચે દબાઈ જવાને કારણે યુવતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવતીએ દમ તોડ્યો હતો.

ગામમાં શોકનું મોજું

માત્ર એક ક્ષણમાં બનેલી આ ઘટનાએ હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. કાચા મકાનોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ અને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Chhota Udepur News: વાહ AIના યુગમાં કેવો ગજબનો વિકાસ, નથી લાઈટ કે નથી રસ્તા, સગર્ભાની કાચા રસ્તે જ પ્રસુતિ


  • Follow us on: