સ્વચ્છ ભારત મિશન હેઠળ દરેક ગામ દરેક શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આવામાં ઘણા લોકો સ્વચ્છતા મિશનમાં જોડાતા તો નથી, પણ ઉલટાના ગંદકી ફેલાવે છે. આવા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમની સામે કોર્ટ કાર્યવાહી સુધી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
ડભોઈ નગરપાલિકા દ્વારા કોર્ટ કેસ કરવામાં આવશે
વડોદરા જિલ્લામાં આવેલા ડભોઈ શહેરમાં તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ ડભોઇ નગરમાં ગંદકી કરનારા સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ગંદકી કરનાર લોકો સામે તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર ગંદકી કરનારા અસામાજિક તત્ત્વો પર ડભોઈ નગરપાલિકા દ્વારા કોર્ટ કેસ કરવામાં આવશે.













