અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે પર 39 કિ.મી સુધીના રોડ પર રિસર્ફેસિંગનું કામ શરૂ થવાનું હોવાથી મુસાફરોને સમયસર પોતાના ઠેકાણે પહોંચવામાં વિલંબ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરાથી અમદાવાદ તરફના રોડ પરના 39 કિ.મીના પટ્ટામાં રોડ રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે. આ કામગીરી આગામી એપ્રિલ મહિના સુધી ચાલશે. રિપેરિંગ અને લેન ડાયવર્ઝનને કારણે ટ્રાફિક ધીમો રહેશે. જેથી અમદાવાદ પહોંચવામાં 1 કલાકથી વધુનો સમય લાગી શકે છે.


વાહન ચાલકોને અપીલ કરવામાં આવી

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 39 કિ.મીના રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરાથી અમદાવાદના પટ્ટા પર રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી આ હાઈવે પર ટ્રાફિકની સ્થિતિ ધીમી રહી શકે છે. મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે, અમદાવાદ જવા માટે વહેલા નીકળવું અને ખાસ ઈમરજન્સી જેવી સ્થિતિ હોય તો જૂનો હાઈવે અથવા તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. જે પટ્ટા પર કામગીરી ચાલી રહી છે. ત્યાં વાહન ધીમું હંકારવા પણ અપીલ કરાઈ છે.

એક્સપ્રેસ વે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતાં

વર્ષ 2025ના ચોમાસાની સિઝનમાં એક્સપ્રેસ વે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતાં. આ ખાડાને કારણે એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટનાઓ બને તેવી શક્યતાઓ હતી. જેથી ખાડાના પેચ વર્કની કામગીરી અગાઉ કરવામાં આવી હતી. હવે આ રોડ પર સંપૂર્ણ પણે રીસર્ફેસિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી ચોમાસા પહેલા જ આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવું સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં એક્સપ્રેસ વે પર વાહનો સિંગલ લાઈનમાંથી પસાર કરાઈ રહ્યાં છે. જેના કારણે હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ છે. ટોલ પ્લાઝા પર વિવિધ માહિતીના બોર્ડ પણ લગાવાયા છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...


  • Follow us on: