વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ચાણોદ ગામના યુવક મીત ભટ્ટના બેંક ખાતામાંથી ઓનલાઇન શેરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરવામાં આવી અને રૂ. 2.38 લાખથી વધુની રકમ પડાવી લેવાઇ છે.આ મામલે ચાણોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.


ટેલીગ્રામ દ્વારા “ટ્રેડ વિથ વિકાસ” નામની લિંક આવી

ફરિયાદ મુજબ, મીત ભટ્ટ, જે કર્મકાંડનો વ્યવસાય સાથે એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેમના મોબાઇલ પર ટેલીગ્રામ દ્વારા “ટ્રેડ વિથ વિકાસ” નામની લિંક આવી હતી. લિંકમાં જણાવાયું કે રૂ. 10 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રૂ. 40 હજાર સુધીનો પ્રોફિટ થશે. લાલચમાં આવી યુવકે લિંક પર ક્લિક કર્યું અને વોટ્સએપ પર ચેટ શરૂ થઈ ગઈ.

પ્રોફિટ બતાવી લાલચમાં ફસાવ્યો

ઠગોએ 10 હજારની રકમ લઈને, યુવકને રૂ. 57 હજારનું પ્રોફિટ બતાવી વધુ રોકાણ કરવા માટે પ્રેરણા આપી. બાદમાં GST ચાર્જ, વેરિફિકેશન ચાર્જ, બ્રોકરેજ ચાર્જ, મેનેજર ચાર્જ, વિડ્રૉઅલ ચાર્જ વગેરે બહાના કરીને અલગ-અલગ UPI ID પર નાની-મોટી રકમ ટ્રાન્સફર કરાવી લેવાઈ.

ફ્રોડની જાણ ફ્રેન્ડ દ્વારા

જ્યારે યુવકને વધુ પૈસા માંગવા માગ્યા ત્યારે તેમણે પોતાની માસીના દીકરાને વાત કરી. ત્યારબાદ ઠગબાજી સામેની જાણ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર કરી અને ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો--- Valsadમાં એક્સપાયરી ડેટવાળા સોસનું વેચાણ, લોકોના આરોગ્ય સાથે ચેડાં

  • Follow us on: