પોલીસે 3 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે, સ્વયં રાઉત, અંશ પંચાલ, સ્નેહ પટેલની ધરપકડ કરવામાં આવી છે, 91 હજાર ડોલરના વિવાદમાં અપહરણની થઇ હતી ફરિયાદ અને તપાસમાં કરોડોનું કૌભાંડમાં સામે આવે તેવી શક્યતા છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, રિમાન્ડ દરમ્યાન વધુ ઘટસ્ફોટ થવાની શકયતા છે.


સાયબર સેલે જે સંદર્ભમાં અલાયદો ગુનો નોંધ્યો છે

શહેરના છાણી વિસ્તારમાં રહેતાં એન્જિનિયર યુવકને હવાલાકાંડના ષડયંત્રમાં ફસાવીને 91,000 યુ. એસ.ડી. વસુલવા માટે અપહરણ કરીને સુરેન્દ્ર નગરના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હતો. આ યુવકને ધાક ધમકી આપીને રૂ.27 લાખ પડાવી લીધા હતા. બીજા રૂ.10 લાખની ધમકીભરી માંગણી થતાં છાણી પોલીસે ગુનો નોંધ્યો છે અને નડિયાદના હર્ષીલ રબારી, સુરેન્દ્ર નગરના લાલો ભરવાડ અને શહેરના નાગરવાડા વિસ્તારના હાર્દિક ડોંગરેની ધરપકડ કરી છે. આ કેસની તપાસમાં બીલ ચાપડ રોડ પર વિન્ટેજ બંગલામાં ધમધમતા નકલી કૉલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો.

કોલ સેન્ટરમાંથી વિદેશમાં ફોન કરીને લોન ઓફર કરવાનું સ્કેન્ડલ ચલાવાતું

બીલ ચાપડ રોડ પર ખાતેના વિન્ટેજ બગલોના કૉલ સન્ટરથી અમેરિકામાં નાગરિકોને ફોન કરવામાં આવતા હતા જેઓને લોન ઓફર કરવામાં આવતી હતી અને લોન અપાવાના બહાને વિદેશીઓ પાસેથી પૈસા પડાવી લેવાનો ગેરકાનુની કારોબાર ચાલતો હતો. આ કારોબાર કેટલા સમયથી ચાલતો હતો? વિદેશમાં રહેતાં સૂત્રધારો કોણ છે ? તે મુદ્દે સાયબર સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

છાણી પોલીસે કોની સામે ગુનો નોંધ્યો ?

(૧) હર્ષીલ રબારી (રહે, નડિયાદ,ખેડા)

(૨) અજય દાઢી (રહે, લીંબડી, સુરેન્દ્ર નગર)

(૩) લાલો ભરવાડ (રહે. લીંબડી, સુરેન્દ્ર નગર)

(૪)રામ મોરી (રહે, લીંબડી )

(૫) નવઘણ રબારી (રહે, લીંબડી, સુરેન્દ્ર નગર)

(૬) હાર્દિક ડોંગરે (રહે, નાગરવાડા, વડોદરા)

ઈન્ટરનેશનલ કોલ સેન્ટરના આરોપી

(૧) સ્વયં અરુણ રાઉત (રહે, નંદ સોસાયટી, રિલાયન્સ મૉલ પાસે, અક્ષર ચોક)

(૨) સ્નેહ મુકુંદ પટેલ (રહે. પ્રકૃતિ ફ્લેટ, દરબાર ચોકડી,માંજલપુર

(૩) અંશ હિતેશ પંચાલ (રહે. પુષ્પ હાઈટસ-૨, ભાટકુવા ફળિયા પાછળ, માંજલપુર)

(૪) અમેરિકાનો મોબાઈલ નંબર ધારક

(૫) ડૉલર રિચીસ ડૉલર ગ્રુપના સભ્યો

(૬) ટેલિગ્રામમાં સુપર સેલ્સમેન ગ્રુપના સભ્યો તથા કાવતરામાં જોડાયેલા અન્ય

  • Follow us on: