અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત આઇસર ટ્રક, બોલેરો પીકઅપ વાન અને એર્ટિગા કાર વચ્ચે થયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી આઇસર ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું. આઇસર ટ્રક ધીમી પડતાં તેની પાછળ આવી રહેલા પીકઅપ વાનના ડ્રાઇવરે વાનને ધીમી પાડી હતી. આ દરમિયાન પીકઅપ વાનની પાછળ આવી રહેલી એર્ટિગા કાર ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી.


અકસ્માત થતા અંદાજે 30 મિનિટ સુધી ટ્રાફિકજામ રહ્યો

આ અકસ્માતમાં બે મહિલા અને બે પુરુષ સહિત કુલ ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર લગભગ 30 મિનિટ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. અકસ્માતમાં પીકઅપ વાનનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Nadiadમાં ઉત્તરાયણના બે મહિના પહેલાં ચાઇનીઝ દોરીનો કહેર, યુવતીનું ગળું કપાયું

  • Follow us on: