દેવગઢ બારિયાના માન સરોવરમાં કાર ખાબકતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ મિત્રો કાર લઈને ફરવા માટે ગયા હતાં. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર દિવાલ તોડીને સરોવરમાં ખાબકી હતી. ફાયર વિભાગની ટીમે અન્ય બે યુવકોને બચાવી લીધા હતાં. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


કાર લઈને ત્રણ મિત્રો ફરવા માટે નીકળ્યા હતા

દેવગઢ બારિયાના માનસરોવરમાં એક કાર ખાબકી હતી. આ કાર લઈને ત્રણ મિત્રો ફરવા માટે ગયા હતાં. કાર ચાલક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર દિવાલ તોડીને સરોવરમાં ખાબકી હતી. સાવલી ખાતે સાથે ભણતા દેવગઢ બારીઆના બે તેમજ રાજકોટનો એક એમ ત્રણ મિત્રો એક દિવસ ની રજા માણવા આવ્યા હતા. આ ત્રણેય મિત્રો માન સરોવર ખાતે બેટ પર કાર લઈને ગયા હતાં.

અન્ય બે યુવકોને ફાયર વિભાગની ટીમે બચાવ્યા

કારમાં સવાર પ્રીત અગ્રવાલ, ધ્રુવરાજ વરિયા અને રાહુલ ચાવડા પાણીમાં ગરકાવ થયા હતાં. આ ઘટના બની ત્યારે સ્થાનિક યુવકોએ બે લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતાં. ફાયરની ટીમ પણ કોલ મળતાની સાથે જ પહોંચી ગઈ હતી અને એક યુવકને બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં રાજકોટના રાહુલ ચાવડાનું મોત નિપજ્યું છે. જ્યારે ધ્રુવરાજ વરિયા અને પ્રીત અગ્રવાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. 

આ પણ વાંચોઃ Ahmedabad: સર્કલ શણગારવાની આડમાં AMCનો કરોડોનો ભ્રષ્ટાચાર!


  • Follow us on: