દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતા મુનખોસલા સ્ટેટ હાઈવે પર માછણ નાળાનું નહેરનું કામ પૂર્ણ થયે 25 દિવસ થઈ ગયા, છતાં રસ્તો ખોલાયો નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકો આ સ્થિતિથી ભારે તકલીફમાં છે, અને તંત્ર સામે વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.


વૈકલ્પિક માર્ગ ન બનાવાતા મોટી મુશ્કેલી

નહેર વિભાગ દ્વારા સિંચાઈના હેતુસર નહેરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામ દરમિયાન સલામતીના પૂરતા પગલાં અને વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ ન બનાવાતા મોટી મુશ્કેલી ઉભી થઇ. રસ્તો તૂટ્યો હોવાને કારણે ધૂળ, અંધારું અને અકસ્માતો સર્જાયા હતા.

સ્થાનિકોના આક્ષેપ

સ્થાનિકો કહે છે કે નહેરનું કામ પૂરું થઈ ગયું છે, છતાં હાઈવે 25 દિવસથી બંધ છે. જવાબદાર અધિકારીઓની બેદરકારી અને ધીમા પગલાંના કારણે લોકોનો સમય, ઇંધણ અને ધંધા પર અસર પડી રહી છે. આ હાઈવે બંધ હોવાથી આસપાસના ગામોના લોકો માટે લાંબી મુસાફરી અને ઇમરજન્સી સેવાઓમાં વિલંબ સર્જાયો છે.

તાત્કાલિક હાઈવે ખોલવા માટે માંગણી

સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક હાઈવે ખોલવા માટે માંગણી કરી રહ્યા છે, કેમ કે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે છે.

આ પણ વાંચો-- Dahod:દેવગઢબારીઆના અંતેલા પગાર કેન્દ્રના બાળકો ખેલ મહાકુંભની લોન ટેનિસમાં ઝળક્યા

  • Follow us on: