દાહોદ જિલ્લાના ગરબાડા–દાહોદ નેશનલ હાઈવે પર HP પંપ નજીક આજે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઇક પર બેઠેલા એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો
બાઇક સવારનું મોત
અકસ્માત સમયે બાઈક પર બે વ્યક્તિ સવાર હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારમાંથી એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું,જ્યારે બીજા વ્યક્તિને ગંભીર ઇજા થતી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.













