દાહોદ જિલ્લામાં કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ નજીકથી 1.43 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશ તરફથી આવતા કન્ટેનરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે પોલીસને મોટો જથ્થો મળ્યો છે.


ગુપ્ત કેબિન મળી આવ્યું

પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર ટાટા કન્ટેનર (રજી. CG-07 CB-0841)ને રોક્યું. કન્ટેનરના ડ્રાઈવરે ખોટું કબૂલ કર્યું કે કન્ટેનર ખાલી છે, પરંતુ પોલીસની શંકા જતાં તપાસ કરવામાં આવી. તપાસમાં કન્ટેનરની બોડીના નીચેના ભાગમાં ખાસ બનાવેલું ગુપ્ત કેબિન મળી આવ્યું. કેબિનના પતરાના દરવાજા ખોલતાં અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જોવા મળ્યો.

મોટો જથ્થો જપ્ત: 10,860 બોટલ

પોલીસને કુલ 905 પેટીઓમાં 10,860 બોટલ દારૂ મળી આવી જેની બજાર કિંમત 1,43,49,600 ગણવામાં આવી છે. દારૂ ઉપરાંત 5,000 કિંમતનો મોબાઇલ અને હેરાફેરીમાં વપરાયેલું 20 લાખ કિંમતનું કન્ટેનર પણ જપ્ત થયું છે. આમ, પોલીસે કુલ 1,63,54,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ડ્રાઈવરની ધરપકડ

પોલીસે કન્ટેનરના ડ્રાઈવર કોહલારામ નિમ્બારામ જાટને ઝડપી લઈને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વોન્ટેડ આરોપીઓ

કેસમાં અન્ય વોન્ટેડ આરોપીઓમાં સામેલ છે જેમાં અસ્લારામ ગોરસીયા (જાટ, હોડુ, બાડમેર, રાજસ્થાન), મનોજસિંહ (રાજસ્થાન) વડોદરા ખાતે ‘જય માતાજી’ કહેનાર એક અજ્ઞાત વ્યક્તિ તથા કન્ટેનર માલિક સામેલ છે. પોલીસ આ શખ્સોની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો---Vadodara : શહેર પોલીસની 100 કલાકની ડ્રાઇવમાં 600થી વધુ આરોપીને શોધી 300થી વધુ આરોપીના ડોઝીયર્સ તૈયાર કરાયા

  • Follow us on: