દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા વિશેષ ઓપરેશન દરમિયાન એક આરોપી દેશી પિસ્તોલ સાથે ઝડપી લેવાયો છે.
આંતરરાજ્ય હથિયારોની હેરાફેરી પર અંકુશ
પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચનામાં LCBએ દાહોદમાં આ ઝુંબેશ ચલાવી હતી. આંતરરાજ્ય હથિયારોની હેરાફેરી પર અંકુશ લાવવા માટે તપાસ દરમ્યાન મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પાસેથી આવતા શંકાસ્પદ વાહન અને વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી હતી.













