દાહોદ જિલ્લામાં ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થયું હોવાની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દાહોદથી ખરેડી જતી ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થયું હતું. જે કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો.
પાઈપ લાઈન દાહોદથી ખરેડી તરફ ફેલાયેલી છે
દાહોદ નજીક દેલસર ગામે રસ્તા નજીક ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થયું હતું. આ પાઈપ લાઈન દાહોદથી ખરેડી તરફ ફેલાયેલી છે. જેમાં લીકેજ થવાની ઘટના બની હતી. Mgvcl દ્વારા અંડર લાઈનની કામગીરી હાઇડ્રોથી કરવામાં આવી રહી હતી. તે સમયે આ લીકેજની ઘટના બની હતી.













