દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરોએ પોલીસની નજર ચૂકવવા માટે પ્લાસ્ટિકના વેસ્ટેજ ભુસાના થેલાની આડમાં દારૂ છુપાવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું છે.


ભથવાડા ટોલનાકા પર પોલીસની કાર્યવાહી

પોલીસે MP-09-HG-2551 નંબરની ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 37,440 નંગ નાની બોટલો જપ્ત કરી છે. આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે ₹1,01,08,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ટ્રક સહિત અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹1,11,09,300 નો મસમોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દાહોદ જિલ્લાની તાજેતરની સૌથી મોટી પ્રોહિબિશન કામગીરીમાંની એક માનવામાં આવે છે.

પોલીસે ટ્રક ચાલક મહમદઇર્ષાદને ઝડપી પાડ્યો

આ મામલે પોલીસે ટ્રક ચાલક મહમદ ઇર્ષાદ મહમદ ફજલ (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પીપલોદ પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઇન્દોરથી કોણે મોકલ્યો હતો અને ગુજરાતમાં તે કયા મુખ્ય બુટલેગરને સપ્લાય કરવાનો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: