દાહોદના ફતેપુરામાં વાહન પાર્કિંગને લઈને થયેલી મારામારીમાં એક યુવકનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ મુકેશ અગ્રવાલ નામના યુવક પર હુમલો કર્યો હતો.


બાઈક પાર્ક કરવાની બાબતે બોલાચાલી

ફતેપુરાના બાલૈયા વિસ્તાર પાસે આવેલી બાલાજી ટેલીકોમ દુકાન આગળ બાઈક પાર્ક કરવાની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.બોલાચાલી વધતા આરોપીઓએ મુકેશભાઈ અગ્રવાલ પર હુમલો કર્યો હતો. છાતીના ભાગે માર વાગતાં મુકેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા

મુકેશ અગ્રવાલનું સારવાર દરમિયાન મોત

ગંભીર ઇજાઓને કારણે મુકેશ અગ્રવાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

હાલ સુધી ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.


આ પણ વાંચો----     Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

  • Follow us on: