દાહોદ જિલ્લામાં હાઈવે પર મુસાફરી કરી રહેલા લોકો માટે આજે એક ભયાનક અનુભવ રહ્યો હતો. લીમડીથી લીમખેડા તરફ જઈ રહેલી એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ?
ઘટનાની મળતી માહિતી અનુસાર, કાર લીમખેડા તરફ જઈ રહી હતી, ત્યારે એન્જિનના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગની લપેટમાં આખી કાર આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખોની કિંમતની કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.













