દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં PI એસ.એમ. રાદડિયા અને તેમની ટીમે દારૂબંધીના કાયદાના અમલ માટે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે ગરબાડા તરફથી આવતી વર્ના કાર અને નીમચ તરફથી આવતી ઝાયલો કાર પર વોચ ગોઠવી હતી. બંને કારને અટકાવીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 3,80,592 આંકવામાં આવી છે.


MP ના ત્રણ આરોપી પકડાયા

મહત્વનું છે કે, પોલીસે દારૂ, રૂપિયા 10 લાખની કિંમતની બંને ફોરવ્હીલ ગાડીઓ અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 13,94,592નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં સ્થળ પરથી મધ્યપ્રદેશના ત્રણ આરોપીઓ – મોહિત ગોકુળપ્રસાદ જાટ, અજય રોડુલાલ નંદવંશી અને મોહિત નાગરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ – રિતેશ, પ્રકાશભાઈ અને સંજય મુવેલ સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ગરબાડા પોલીસ હવે દારૂની સપ્લાય ચેઇન અને તેના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Gandhinaagr News : અનાજ વિતરણમાં પારદર્શિતા અને ગુણવત્તા લાવવા રાજ્ય સરકાર કમર કસી, રેશનિંગની પ્રક્રિયામાં થશે સુધારો 

  • Follow us on: