રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલાં લેવા વિચારી રહી છે. આ અંગેના એક મહત્વના પ્રસ્તાવ મુજબ, હવે રેશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર દાળ પેકિંગમાં આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ તુવેર દાળની ગુણવત્તા જાળવી રાખવા અને તે ભેળસેળથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
ગરીબોને મળશે રાહત
આ નિર્ણય પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે. સરકાર હાલમાં આ દાળના પેકેજિંગ માટે થનાર ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, અનાજ વિતરણની પ્રક્રિયાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણના ATM (ઓટોમેટેડ ટેલર મશીન) મૂકવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ ફેરફારોથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી મળી રહે તેવી આશા છે.













