જામનગરમાં એક દીકરીનું લગ્ન હતું. આ દરમિયાન તેના પરિવારને જાણ થઈ કે લગ્નના એક દિવસ પછી મુખ્યમંત્રીનો કાર્યક્રમ તે જ ટાઉન હોલમાં છે. આ કાર્યક્રમના કારણે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના કારણે લગ્નની વિધિમાં અવરોધ ઉભો થવાની શક્યાતાઓ હોવાથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા.
સરકારી કાર્યક્રમોને કારણે કોઇ સામાન્ય નાગરિક હેરાન ન થાય
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો.મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે સરકારી કાર્યક્રમોને કારણે કોઇ સામાન્ય નાગરિક હેરાન ન થાય, તંત્ર દ્વારા તેની ખાસ ચિંતા કરવામાં આવે.નાગરિકોને તેમના સામાજિક કાર્યક્રમોમાં કોઈપણ અડચણ હોય તો તેમાં પણ સહાયરૂપ થવા અપીલ કરી હતી.













