દાહોદ જિલ્લાના રાબડાલ નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
કેવી રીતે બની ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, બુધવારે આ ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટવાને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા નીચે ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. આજે આ પલટી ગયેલી બસને રિપેર કરવા અથવા તેને ખસેડવા માટે ગેસ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગ દરમિયાન તણખો ઝરતા અચાનક આગ ફાટી નીકળી હતી.














