બનાસકાંઠામાં ફરીવાર અંધશ્રદ્ધાનો મુદ્દો ગાજ્યો છે. તાજેતરમાં ભુવાજીના સમર્થકો અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. અંધશ્રદ્ધાને લઈને ભુવાજીએ માફી માગ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. હવે ફરીવાર સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે અરવિંદ ભુવાજીના ઘરે જનારી ઠાકોર ટીમને અભિનંદન આપ્યા હતાં.
ઠાકોર સમાજ અંધશ્રદ્ધાથી દૂર રહે
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદનમાં જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ અંધશ્રદ્ધાથી દૂર રહે. અંધશ્રદ્ધા મુદ્દે મેં મારા સમાજ માટે ચિંતા કરી છે. ઠાકોર સમાજની જાગૃતિને કારણે જેની દુકાનો બંધ થવાની હોય તેમને ચિંતા થવા લાગી છે. ગેનીબેન સમાજ માટે લડી રહ્યાં છે. જેથી તેનું ઉપરાણું આખા સમાજે લીધું છે. અંધશ્રદ્ધાની દુકાનો બંધ થવાની હોય એને ભય લાગવા લાગ્યો છે. આપણો સમાજ મોટો છે અને તે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો મોટી આવક વાળો સમાજ બનશે.













