ધંધુકા-ધોલેરા રોડ પર ભડિયાદ પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને ટ્રેલર વચ્ચે થયેલી આ સામસામે ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનોના કુરચા બોલી ગયા હતા. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા ધોલેરા, પીપળી અને ધંધુકા એમ ત્રણ અલગ-અલગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગર અને ધંધુકાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.













