અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કેસર વાટિકા સોસાયટીમાં મોડી રાતે સોસાયટીના ચેરમેન અને તેના ત્રણ સાગરીતો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. હુમલામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.


લોખંડની પાઈપ અને તલવાર વડે હુમલો કર્યો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ ગાળો આપી, લોખંડની પાઈપ અને તલવાર વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા. એક આરોપીએ તલવાર વડે હુમલો કરતાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિ લોહીલુહાણ થઇ ગયા હતા.

ઘાયલોને સારવાર માટે ખસેડાયા

 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી

આરોપીઓની શોધખોળ શરુ

નરોડા પોલીસે ચેરમેન સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ કરીને તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----     Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ


  • Follow us on: