ધંધુકા-ધોલેરા રોડ પર રોજકા પાસે ડમ્પર-ઈકો વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો જેમાં એક યુવતીનું મોત થયું છે, અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, ભાવનગરના પરિવારને આ અકસ્માત નડયો છે, સાથે સાથે ઘટનાની જાણ થતા સ્થાનિકો પણ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો
ધંધુકા-ધોલેરા રોડ પર ડમ્પર અને ઈકો કાર સામ સામે અથડાયા હતા જેમાં એક યુવતીનું મોત થયું છે, ડમ્પર ધડાકાભેર કાર સાથે અથડાતા આ ઘટના બની હતી, ધંધુકા ધોલેરા રોડ ઉપર રોજકા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો તો ચાર લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર તમામ લોકો ભાવનગર જિલ્લાના ભૂતિયા ગામના હોવાનું જાણવા મળ્યું છે, ધંધુકા અને વાગડની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.













