જામ ખંભાળીયા નજીક અકસ્માતની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક ઇનોવા કાર ચાલકે બાઇકને અડફેટે લઇ ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે.


ઇનોવા કાર ચાલકે બાઇકને ટક્કર મારી

મળતી માહિતી મુજબ, કુવાડિયા ગામ નજીક ઇનોવા કાર પુરપાટ ઝડપે આવી હતી અને કાર ચાલકે બાઇકને અડફેટે લઇ ટક્કર મારી હતી

કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો

બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હતો. હીટ એન્ડ રન ઘટનામાં બાઇક ચાલક પ્રવિણસિંહ ચૌહાણ નામના વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં વધતી જતી હિટ એન્ડ રન ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે.


આ પણ વાંચો----    Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી


  • Follow us on: