દુબઇ નજીક બોસાસો બંદર પાસે દુબઈથી કાર્ગો લઈને આવતાં સલાયાના વહાણમાં અચાનક આગ લાગી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ક્રૂ-મેમ્બરોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.


1200 ટનની ક્ષમતા ધરાવતા વહાણ ફૈઝે મહેબુબ મોહયુદીનમાં આગ લાગી

મળતી માહિતી પ્રમામે સલાયાના સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું વહાણ ફૈઝે મહેબુબ મોહયુદીન બોસાસો બંદર નજીક પહોંચ્યું ત્યારે તેમાં આગ લાગી હતી.

ક્રુ મેમ્બરોમાં દોડધામ

આગના પગલે જહાજના ક્રુ મેમ્બરોમાં દોડધામ થઇ ગઇ હતી અને પોતાની રીતે આગ બુઝાવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળે છે. જો કે કોઇ જાનહાનિ થઇ ના હોવાનું પણ જાણવા મળે છે..


આ પણ વાંચો----     Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ


  • Follow us on: