દ્વારકા દર્શને આવેલ વૃદ્ધને નશાકારક પદાર્થ પીવડાવી બેભાન કરીને રોકડ અને સોનીના દાગીના ની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર થઇ ગયા હતા


જામનગર જિલ્લાના વૃદ્ધને લૂંટી લેવાયા

મળેલી માહિતી પ્રમાણે મૂળ જામનગર જિલ્લાના તરસાઈ ગામના રૂડાભાઈ ભરવાડ નામના 60 વર્ષીય વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની હતી

શેરડીના રસમાં નશાકારક દ્રવ્ય ભેળવી દીધુ

દ્વારકામાં ગણપતિનું નવુ મંદિર છે ત્યાં દર્શન કરવાનું કહી લૂંટારુઓએ શેરડીના રસમાં નશાકારક દ્રવ્ય ભેળવી વૃદ્ધને બેભાન કરી લૂંટ ચલાવી હતી

દાગીના અને રોકડની લૂંટ

બેભાન થયેલ વૃદ્ધ પાસેથી 1 લાખ 60 હજારના સોનાના દાગીના અને 35 હજાર રોકડ ની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે દ્વારકા પોલીસ મથક માં 2 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. લૂંટારુઓને દબોચી લેવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો----     Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ

  • Follow us on: