યાત્રાધામ દ્વારકાના કુરુંગા ગામે તાજેતરમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સામાજિક પરિવર્તનનું પ્રતીક બન્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ એક સૂરે જીવદયાનો સંકલ્પ કર્યો હતો.
જીવ હત્યા અટકાવવા માટે મક્કમ નિર્ધાર
માતાજીના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવા માટે મક્કમ નિર્ધાર કર્યો હતો.













