દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષ્ણ નગરી દ્વારકા યાત્રાધામમાં જગત મંદિર આસપાસ આજે વહેલી સવારે 6:30 થી 8:00 સુધી અજાણ્યા શખ્સોએ બે અલગ-અલગ ડ્રોન કેમેરાથી પરમિશન વિના શૂટિંગ કરતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના મંદિરની સુરક્ષા માટે ચિંતાજનક બની છે.
100 મીટરના એરિયામાં ડ્રોન ઉડાડવાની સખત મનાઈ છે
જગત મંદિરની આસપાસ 100 મીટરના એરિયામાં ડ્રોન ઉડાડવાની સખત મનાઈ છે અને મંદિરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં સૂચન બોર્ડ પણ મુકવામાં આવ્યા છે.













