દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાના બહુ ચર્ચિત વસઇ ગામમાં આજથી એરપોર્ટ માટેનો પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રેવન્યુ વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને સર્વે કર્યો હતો.


800 એકરથી વધુ જમીન પસંદ કરવામાં આવી

સર્વે માટે વસઇ, મેવાસા અને ગઢેચી સહિત કુલ 800 એકરથી વધુ જમીન પસંદ કરવામાં આવી છે.પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પ્રાથમિક સર્વે છે અને સરકારને રિપોર્ટ સોંપ્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

 ફળદ્રુપ જમીન હોવાને કારણે એરપોર્ટ માટે કપરા વિરોધનો ઇશારો

સ્થાનિક ખેડૂતોએ ફળદ્રુપ જમીન હોવાને કારણે એરપોર્ટ માટે કપરા વિરોધનો ઇશારો કર્યો છે. પ્રાંત અધિકારીએ ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું અને કોઈ પણ અંતિમ નિર્ણય ખેડૂતો સાથે ચર્ચા કર્યા પછી જ લેવામાં આવશે.

ખેડૂતો અફવાઓ પર ધ્યાન ન આપે

સર્વેની પ્રક્રિયા હાલમાં જ શરૂ થઇ છે અને જે પણ નિર્ણય આવશે તે ખેડૂતોને સાથે બેસાડી ચર્ચા કર્યા બાદ જ આગળ વધવામાં આવશે. ખેડૂતો અફવાઓ પર ધ્યાન ન આપે તેમ પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે. 


આ પણ વાંચો----   Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

  • Follow us on: