જામખંભાળિયા ખાતે સલાયા ફાટક પાસે બનતા અંડરબ્રિજને લઈને ચાલતો લાંબા સમયનો વિવાદ આખરે ઉકેલાયો છે. છેલ્લા લગભગ આઠ મહિનાથી બંધ પડેલી અંડરબ્રિજની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે.
બ્રિજની ડિઝાઇનને લઈને ભારે નારાજગી હતી
સ્થાનિક વેપારીઓ, ડોકટરો અને રહીશોએ અંડરબ્રિજની ડિઝાઇનને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે કામગીરી અટકી ગઈ હતી અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.













