કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ મહાનગરપાલિકામાં પ્રથમ વખત યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરવામાં આવેલી 'સેન્સ' લેવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. ખાસ વાત એ છે કે, ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી દાવેદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


395 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી

મળેલી વિગતો મુજબ, વિવિધ વોર્ડના નિરીક્ષકો સમક્ષ કુલ 395 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રથમ વખત કોર્પોરેટર બનવાની તક ઝડપી લેવા માટે પાયાના કાર્યકરોથી લઈને કદાવર નેતાઓએ કતાર લગાવી હતી. નિરીક્ષકોએ દરેક દાવેદારની ક્ષમતા, સંગઠનમાં તેમનો ફાળો અને જીતવાની શક્યતાઓને લઈને વન-ટુ-વન ચર્ચા કરી હતી.

અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે

ગાંધીધામ મનપામાં સત્તાના સૂત્રો હાંસલ કરવા માટે ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. 395 જેટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓને જોતા હવે પ્રદેશ નેતૃત્વ માટે પસંદગીનો માર્ગ કપરો બનશે. આગામી દિવસોમાં આ સેન્સ પ્રક્રિયાનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, ત્યારબાદ આખરી ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે.


આ પણ વાંચો---     Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે IPL મેચ, 887 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત, કાળાબજારી કરનારા સામે પોલીસની બાજ નજર

  • Follow us on: