જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા.૦૨ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.આ વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી હતી.


ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે

કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓને વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજન અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે,વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં ઉદ્યોગો સાથે કોલેજકક્ષાના વિદ્યાર્થીઓને પણ સાંકળીને ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે.કલેક્ટરે ઉદ્યોગો વચ્ચે સંકલન થાય અને તે માટે બી ટુ બીબેઠકો બાબતે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બને તેમ કલેક્ટરે જણાવ્યું હતું.નાના ઉદ્યોગો, હેન્ડીક્રાફ્ટસ વગેરે સંલગ્ન યુનિટ પણ વાઈબ્રન્ટના જિલ્લાકક્ષાના પ્રોગ્રામમાં હાજર રહીને પોતાના પ્રોડક્ટ કે સેવાઓનું પ્રદર્શન કરી શકે તે પ્રકારે આયોજન કરવા કલેક્ટરે સૂચન કર્યું હતું.

પોર્ટ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રખાશે

ગાંધીધામ ખાતે તા.૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજિત વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યૂ પાર્ટનર તરીકે જોડાયા છે. આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન એ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે.કચ્છના પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન હાઈડ્રોજન, ટુરિઝમ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટસના ક્ષેત્રોને કેન્દ્રિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ વગેરેને આમંત્રિત કરાયા છે.


આ પણ વાંચોઃ Gandhinagar: જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે


  • Follow us on: