ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા માટે ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવશે. પોલીસ વિભાગમાં વર્ષ 2024 દરમિયાન થયેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખીને કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રતિષ્ઠિત ડિસ્ક એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સન્માનથી વધશે જુસ્સો

આ સન્માન મેળવનારાઓમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને પીએસઆઈ સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં 17 પોલીસ અધિકારીઓ (IPS કક્ષાના), 10 નાયબ પોલીસ અધિક્ષકો (DySP), તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સન્માન દ્વારા પોલીસકર્મીઓના મનોબળને વધારવા અને તેમને વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. આ એનાયત સમારોહ ટૂંક સમયમાં યોજાશે.

  • Follow us on: