ગાંધીનગરની સેશન્સ કોર્ટે આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયા બાદ 16 કિલોથી વધુ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી રાજેશકુમાર જંગલીમહતો મલ્લાને તક્સીરવાન ઠરાવતા 10 વર્ષની સખત કેદ અને 1 લાખના દંડની સજા ફટકારી છે.
2018માં આર્મ્સ એક્ટના કેસ સાથે ખુલ્યો ગાંજાનો ખેલ
વર્ષ 2018 દરમિયાન સાબરમતી પોલીસે રાજેશ મલ્લાને આર્મ્સ એક્ટના ગુનામાં પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની ખોરાજ ગામની ઓરડીમાંથી વધુ હથિયારો મળી શકે તેવી શંકા હોવાથી ગાંધીનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને જાણ કરવામાં આવી હતી.













