ગુજરાત સરકાર દ્વારા કેટલાક અધિકારીઓને અનેક વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સચિવથી લઈને પોલીસ વિભાગ સુધી મોટા પદ પર રહેલા અધિકારીઓને અનેક વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ત્યારે હવે સરકારે એક્સટેન્શન નહીં પણ નવી ભરતી પર ફોકસ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં સરકાર દ્વારા અપાતા એક્સટેન્શનના પ્રમાણમાં 72 ટકાનો ઘટાડો નોંધાયો છે.


નવા મહેકમ પર સરકારે ભાર મુક્યો

ગુજરાત સરકાર દ્વારા ભરતી અને વહિવટી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં વારંવાર આપવામાં આવતા એક્સટેન્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હવે સરકારે એક્સટેન્શનની જગ્યાએ નવી ભરતી પર ફોક્સ કર્યું છે. નિવૃત્ત કરતાં નવા મહેકમ પર સરકારે ભાર મુક્યો છે.

હવે એક્સટેન્શનની જગ્યાએ નવી ભરતી

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, રાજ્ય સરકારે 2022-23માં 129 એક્સટેન્શન આપ્યા હતાં. 2023-24માં એક્સટેન્શન પર 73 અધિકારી હતાં. જ્યારે 2024-25માં એક્સટેન્શન પર 35 અધિકારી છે. રાજ્ય સરકારે હવે એક્સટેન્શનની જગ્યાએ નવી ભરતી પર ફોકસ કર્યું છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, 28 માર્ચથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની શક્યતા


  • Follow us on: