ગાંધીનગરના અડાલજ સ્થિત માણેક બા સ્કૂલની પરીક્ષિત લાલ હોસ્ટેલમાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હતી. ધોરણ 7 અને 8માં ભણતી 8 જેટલી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની દીવાલ કૂદીને ફરાર થવાનો સામૂહિક પ્રયાસ કર્યો હતો. 8 છોકરીઓમાંથી 5 વિદ્યાર્થિનીઓ (બાવળા, રાજકોટ, લિંબડી, સરખેજની) દીવાલ કૂદીને ફરાર થઈ ગઈ હતી, જ્યારે અન્ય 3 છોકરીઓ દીવાલ કૂદી શકી નહોતી અને પાછી હોસ્ટેલમાં ગઈ હતી.


ધો. 7 અને 8ની વિદ્યાર્થિનીઓનો ભાગવાનો પ્રયાસ

ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ પ્રશાસન અને સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. અડાલજ પોલીસ, LCB અને SOGની ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી અને ગણતરીના કલાકોમાં 5 ફરાર વિદ્યાર્થિનીઓને બાવળા નજીકથી શોધી કાઢી હતી. પોલીસે છોકરીઓને અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પરત લાવી હતી, જેનાથી તેમના પરિવારજનોએ રાહત અનુભવી હતી. ભણતરના ભારને કારણે વિદ્યાર્થિનીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: