ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે એક મોટો નિર્ણય લેતા, રાજ્યના મુખ્યમંત્રી (CM)ના હસ્તે 9000 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો (Appointment Letters) એનાયત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આંગણવાડી સશક્તિકરણ
સરકારે આ જાહેરાત કરી કે, આ વિશાળ નિમણૂક પ્રક્રિયાથી રાજ્યના બાળ પોષણ અને મહિલા કલ્યાણના ક્ષેત્રે મજબૂતી આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ નિમણૂક દ્વારા રાજ્યના આંગણવાડી નેટવર્કને વધુ સશક્ત બનાવવાનો અને આંગણવાડી સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો લાવવાનો સંકલ્પ છે. આ હજારો બહેનો ગ્રામ્ય સ્તરે માતા અને બાળકના સ્વાસ્થ્ય અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.













