ગુજરાતમાં મહેસૂલ વસૂલવાની સત્તા સીટી સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી. જેનો વિવાદ ચાલી રહ્યો હતો. આઠ વર્ષ બાદ આ વિવાદ સમાપ્ત થયો છે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકે એક પરિપત્ર કરીને મહેસૂલ વસૂલવા અંગેની સત્તા ફરી પંચાયતોને સોંપાઈ છે. મનપા અને નગરપાલિકા વિસ્તારમાં પણ મહેસૂલ વસૂલવાની સત્તા પંચાયતને સોંપાઈ છે.
સત્તા સિટી સરવે કચેરીઓને સોંપવામાં આવી
ગુજરાતમાં પહેલા મહેસૂલ વસૂલવાની સત્તા પંચાયત પાસે હતી. ત્યાર બાદ તેને સિટી સરવે કચેરીઓને સોંપવામાં આવી હતી. જેના કારણે છેલ્લા આઠેક વર્ષથી આ બાબતે વિવાદ ચાલતો હતો. હવે આ વિવાદનો અંત આવ્યો છે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકે એક પરિપત્ર કરીને મહેસૂલ વસૂલવાની સત્તા ફરી પંચાયતોને સોંપી છે. હવે મનપા અને નગરપાલિકા વિસ્તારની મહેસૂલ વસૂલાતની સત્તા પણ પંચાયતને સોંપાઈ છે. હવે આ બાબતે જવાબદારી પંચાયત વિભાગ અને તલાટીની રહેશે.












