ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. પોલીસ કર્મચારીઓની સ્વ વિનંતીને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી પડતર રહેલી બદલીઓનો ઓર્ડર થયો છે. DGP કચેરીએથી બદલીના આદેશ થતાં રાહ જોઈને બેઠેલા પોલીસ કર્મીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. 152 પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા ફેર બદલીના આદેશ કરવામાં આવ્યા છે. વતનમાં જવા માટે જે કર્મચારીઓએ બદલીનો રિપોર્ટ કર્યો હતો તેવા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.



પાંચ વર્ષ સુધી પરત બદલી કરવા રજૂઆત નહીં થઈ શકે

ગાંધીનગર ખાતેથી ડીજીપી કચેરી દ્વારા કરવામાં આવેલા બદલીના ઓર્ડરમાં જણાવાયું છે કે, જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેઓ બદલી વળી જગ્યાએ હાજર થયા બાદ પાંચ વર્ષ સુધી કોઈપણ કારણોસર પરત બદલી કરાવવા રજૂઆત કરી શકશે નહીં. જેથી તેમની પાસેથી એક બાંહેધરી પત્રક મેળવી તેમની ફરજબુકમાં નોંધ કરીને છૂટા કરવાના રહેશે. બદલી પામેલ તમામ પોલીસ કર્મચારીઓ પૈકી જો કોઇ કર્મચારી વિરૂધ્ધ ખાતાકીય તપાસ હાલમાં ચાલુ હોય કે કોઈ કર્મચારી વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ હોય તો તેવા કર્મચારીને ઉપર્યુક્ત બદલી મુજબના જિલ્લે છુટા ક૨તા પહેલા જે તે કચેરીનું માર્ગદર્શન મેળવ્યા બાદ છુટા ક૨વાના રહેશે.બદલી પામેલ તમામ પોલીસ કર્મચારીઓ પૈકી જો કોઈ કર્મચારીને ઉપલા સંવર્ગમાં બઢતી મળેલ હોય કે અન્ય કારણોસર બદલી થયેલ હોય તો આવા કર્મચારીઓની થયેલ બદલી રદ કરવા તેમજ જો ઉપલા સંવર્ગમાં બઢતી મળેલ હોય તો બદલીવાળી જગ્યાએ છુટા કરતા પહેલા જે તે કચેરીને દરખાસ્ત કરવાની રહેશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ગોળીઓનો સામનો કરી ડ્રગ્સ અને આતંકવાદીઓને પકડવાનું કામ ATSની ટીમે કર્યું છે : હર્ષ સંઘવી


  • Follow us on: